બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત તેની સામે ગીતકાર જાવેદ અખ્તરે દાખલ કરેલા ગુનાહિત બદનક્ષીના કેસમાં સોમવારે મુંબઈની કોર્ટમાં હાજર થઈ હતી. તેને જણાવ્યું હતું કે...
કોરોના કાળમાં ગરીબોને અનેક પ્રકારની મદદ કરનાર બોલીવૂડ અભિનેતા સોનુ સૂદે રૂ. 20 કરોડની ઇન્કમટેક્સની ચોરી કરી હોવાનો આરોપ ઇન્કમટેક્સ વિભાગે મૂક્યો છે. થોડા...
બોલીવૂડમાં એક સમય હતો જ્યારે પરિણીત, ગર્ભવતી અને માતા બની ચુકેલી અભિનેત્રીઓને ખૂબ જ ઓછું કામ મળતું હતું. પરંતુ હવે તે સમયમાં ફેરફાર થતો જોવા મળે છે અને અભિનેત્રીઓને આ ત્રણેય અંગત પરિસ્થિતિમાં કામ મળી રહ્યું છે.
બોલીવૂડમાં બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ તરીકે પોતાની અનોખી છાપ ઊભી કરનાર નેહા ધૂપિયા પણ આ વર્ષે બીજીવાર માતા બનશે. આ સ્થિતિમાં તે ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે. નેહા ટૂંક સમયમાં જ રોની સ્ક્રુવાલા સાથે ‘અ થર્સ ડે’ ફિલ્મમાં કામ કરતી જોવા મળશે. તેણે ગર્ભાવસ્થા દરમિયાન ફિલ્મનું શૂટિંગ કરવાનું સ્વીકારીને મોટું સાહસ કર્યું છે તેવી ચર્ચા બોલીવૂડમાં થઇ રહી છે. જોકે, કરીના કપૂરે પણ ગત વર્ષે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન એક જાહેરાતનું શૂટિંગ કર્યું હતું.
નેહાએ પોતાની નવી ફિલ્મનું ફર્સ્ટ લૂક તાજેતરમાં જાહેર કર્યું હતું. આ ફિલ્મમાં તે ગર્ભવતી મહિલા પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. નેહાએ લખ્યું હતું કે, રીલ અને રિઅલ લાઇફ વચ્ચે બ્રિજ બનાવી રહી છું. મને મદદ કરવા બદલ અને મારામાં વિશ્વાસ રાખવા માટે દરેકની આભારી છું. આ ફિલ્મમાં તેનું નામ એસીપી કેથરીન અલ્વારેઝ છે. ફિલ્મમાં એક પ્લે સ્કૂલના બુદ્ધિશાળી શિક્ષકની કથા છે, જે 16 બાળકોને બંધક બનાવે છે. આ થ્રિલર ફિલ્મમાં યામી ગૌતમ, ડિમ્પલ કાપડિયા, અતુલ કુલકર્ણી અને માયા સરાઓ જેવા કલાકારો પણ જોવા મળશે.
બોલીવૂડમાં ફિટનેસની વાત નીકળે એટલે તરત જ મિલિંદ સોમણનું નામ પ્રથમ યાદ આવે. પોતાના આરોગ્ય અંગે હંમેશા સતર્ક રહેનાર 55 વર્ષીય મિલિંદ સોમણે થોડા દિવસ અગાઉ બેંગલુરુની એક હોસ્પિટલમાં CT Scan કરાવ્યું છે. તેણે હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેણે જણાવ્યું હતું કે, તેની હેલ્થ નોર્મલ છે.
બેગલુરીમાંScan કરાવ્યું હતું, બ્લોકેજ વગેરેની તપાસ કરી હતી. બધું જ સામાન્ય. યોગ્ય ડોકટરોની નિયમિત તપાસ મહત્વપૂર્ણ છે, પરંતુ સ્ક્રીનીંગ વચ્ચે તમે શું કરો છો તે વધુ મહત્વનું છે. સમયસર ભોજન, વ્યાયામ, ઊંઘ વગેરે...
બોલીવૂડના અગાઉના જમાના ચોકલેટી હીરો તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર સ્વ. રિશી કપૂરના તાજેતરમાં 69મા જન્મદિને તેમની પુત્રી રિદ્ધીમા પિતાના પ્રશંસકોને એક ખાસ ભેટ...
કિમ શર્માએ પોતાના સંબંધને અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. છેલ્લા ઘણા સમયથી તેની અને લિએન્ડર પેસ વચ્ચે ગાઢ સંબંધો હોવાની ચર્ચા હતી....
સંજય લીલા ભણશાળી (SLB) અત્યારે તેમની મહત્વાકાંક્ષી વેબસીરિઝ ‘હીરામંડી’ માટે તૈયારી કરી રહ્યા છે. જેનું સ્ટ્રીમિંગ નેટફ્લિક્સ પર કરવામાં આવશે. આ બહુચર્ચિત પ્રોજેક્ટમાં વિતેલા...
અન્યોની જેમ બોલીવૂડમાં પણ ગણેશ મહોત્સવનું અનોખું મહત્વ છે. અનેક ફિલ્મકારો આ મહોત્સવ દરમિયાન પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાના મૂર્તિની સ્થાપના કરે છે. શિલ્પા શેટ્ટીએ...
બાલાજી ટેલિફિલ્મ્સના શેરહોલ્ડર્સે તાજેતરમાં યોજાયેલી કંપનીની વાર્ષિક સભામાં મેનેજિંગ ડિરેક્ટર શોભા કપૂર અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર એક્તા કપૂરના વેતનમાં વધારો કરવાની દરખાસ્તને ફગાવી દીધી...
દેશમાં 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાલબાગ વર્કશોપમાં ગણેશજીની મૂર્તિ લેવા આવી હતી. બાપ્પાને ઘરે લઈ જવા આવેલી શિલ્પાના...